મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી સીમેન્ટો વિટરીફાઈડ ફેક્ટરીમાં કામ દરમિયાન થયેલી દુર્ઘટનામાં એક યુવકનું દુર્ભાગ્યે મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, રંગપર–જેતપર રોડ પર વિરાટનગર સામે આવેલી સીમેન્ટો વિટરીફાઈડ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા તુલશીરામ પ્રકાશભાઈ ગુર્જર (ઉં. 18) કામ દરમ્યાન મશીનમાં હાથ આવી જતાં ઢસડાઈ ગયા હતા. જેના કારણે માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.




