Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના વેપારી સાથે ૧.૭૨ કરોડની ઓનલાઈન ઠગાઈ

મોરબીના વેપારી સાથે ૧.૭૨ કરોડની ઓનલાઈન ઠગાઈ

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વેપારીઓ સાથે ફ્રોડના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મોરબી શહેરના એક વેપારીને રૂ. ૧,૭૨,૮૮,૪૦૦ ની મોટી ઠગાઈનો ભોગ બનવાનો બનાવ સામે આવ્યો છે. ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ અને જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રાઇવેટ લિમિટેડ (GBFS VYNX) નામની બે કંપનીના પ્રતિનિધિઓ તથા તેમના મળતીયા માણસોએ ખોટા નામે સિન્ડિકેટ બનાવી આ છેતરપિંડી અંજામ આપી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલ આંગન પેલેસ, બોની પાર્ક સોસાયટીના રહેતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (ઉ. ૩૫) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદીના જણાવ્યા મુજબ, પારસ સિંઘલા (મેનેજર), પ્રવિણ બંસલ, ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ્સ, હેન્રી અને હાર્વી નામના શખ્સોએ પોતાને ઉપરોક્ત બે કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યા હતા. તેમણે ફરીયાદીને વિશ્વાસમાં લઈ વિદેશમાં — ખાસ કરીને હોંગકોંગની ACES TRADING નામની કંપનીમાં માલની ડીલ કરાવવાની વાત કહી હતી. આરોપીઓએ ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને રકમ માંગીને રૂ. ૧,૭૨,૮૮,૪૦૦ ની ઠગાઈ કરી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ ૧૧૧(૨)(બી), ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨) તથા આઈટી એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular