રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ગુનો ઉકેલી મોરબી ક્રાઇમ બ્રાંચે ચોરી ગયેલ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક શખ્સને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.
જરૂરી તપાસ દરમિયાન મોટરસાયકલની આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવાથી એન્જિન અને ચેસીસ નંબર પરથી તપાસ કરતાં જણાયું કે તે મોટરસાયકલ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાંથી ચોરાયેલું છે.
આરોપીની પુછપરછ દરમિયાન તેણે મોટરસાયકલ અન્ય એક સહઆરોપી પાસેથી રૂપિયા ૮,૦૦૦ માં ખરીદેલુ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી આરોપીને હસ્તગત કર્યો છે, જ્યારે સહઆરોપીની શોધખોળ ચાલુ છે.
બાઇક ચોરીના આરોપી વનરાજભાઈ બચુભાઈ સાડમિયા (ઉ.વ. ૨૧), ( મુળગામ ત્રંબોડા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર — હાલ વરમોરા સિરામિક પાસે) પકડાયા છે. જ્યારે પકડવાનો બાકી આરોપીમાં વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગી રણછોડભાઈ જોગરાજીયા (રહેવાસી લાખણકા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં પો.સ.ઇ. બી.ડી. ભટ્ટ (એલ.સી.બી. મોરબી), પો.સ.ઇ. જે.પી. કણસાગરા (પેરોલ ફર્લો સ્કવોડ મોરબી) તથા ટીમનો પોલીસ સ્ટાફ જોડાયેલો હતો.




