માળીયા મીયાણા તાલુકાના માણબા ગામે પોલીસે દારૂના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી એક શખ્સને બીયર ટીનના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ ૩૬ બીયર ટીન મળી કુલ કિંમત રૂ. ૭,૯૨૦નો મુદામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને માણબા ગામ વિસ્તારમાં શંકાસ્પદ હલચાલ જણાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માણબા ગામે રહેતા નિલેશભાઈ દેવશીભાઈ ઝીંઝુવાડીયા (ઉં.૨૫) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણના હેતુથી બીયર ટીન રાખેલા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપીને કાબૂમાં લઈ બીયર ટીન નંગ ૩૬, કિંમત રૂ. ૭,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવને પગલે માળીયા મીયાણા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત દારૂ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




