Wednesday, May 6, 2026
HomeGujaratસિરામિક ફેક્ટરીમાં રોબોટ અને ઘોડા વચ્ચે આવી જતાં શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત

સિરામિક ફેક્ટરીમાં રોબોટ અને ઘોડા વચ્ચે આવી જતાં શ્રમિકનું દુર્ભાગ્યપૂર્ણ મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ દરમિયાન એક દુર્ઘટનામાં યુવાન શ્રમિકનું મોત થયું છે. ફેક્ટરીમાં ટાઈલ્સ મુકવાના ઘોડા અને ઇલેક્ટ્રિક રોબોટ વચ્ચે આવી જતાં તેને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

મળતી વિગતો મુજબ, ઉંચી માંડલ નજીક આવેલી રોક સ્લેપ સિરામિક ફેક્ટરીમાં લેબર કોલોનીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની દાદુલાલસિંહ બારેલાલસિંહ ગૌડ (ઉં.20) નામનો યુવાન તા. 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયારેક વાગ્યે કામ કરી રહ્યો હતો.

તે દરમિયાન ફેક્ટરીમાં સ્થાપિત ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઈલ્સ મુકવાના ઘોડા વચ્ચે આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રથમ મોરબી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તા. 7 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસએ અકસ્માતે મૃત્યુનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular