HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામે સ્મશાન પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબીના ઊંચી માંડલ ગામે સ્મશાન પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબીમાં દારૂબંધી માત્ર નામની રહી હોવા જેવા બનાવો સતત સામે આવી રહ્યા છે. મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે સ્મશાન નજીકથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્મશાન પાસે વેચાણના ઈરાદે રાખેલ વિદેશી દારૂની બોટલ 04 સહિત કુલ કિંમત રૂ. 2,400 નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી ગોપાલભાઈ મસરૂભાઈ મુંધવાને કાબૂમાં લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular