મોરબી એસ.ઓ.જી. ટીમે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા અને વિડીયો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવનાર ઈસમ તથા હથિયારના પરવાનેદાર એમ બે વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સોશ્યલ મીડિયા પર “gordhaniyo_a_k_2697” નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી બારબોર હથિયાર સાથેના ફોટા અને વિડીયો અપલોડ થયેલા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી અને ખાનગી બાતમીના આધારે ઈસમને સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે, આશરે એક મહિના પહેલા પોતાના સગા અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સવાળા હથિયાર સાથે સરતાનપર ગામે ફોટા પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યા હતા.
આ મામલે ગોરધનભાઈ વેરશીભાઈ સરાવડીયા (ઉં.23) તથા હથિયારના પરવાનેદાર અલુભાઈ શામજીભાઈ ઉડેચા (ઉં.55), બંને સરતાનપર ગામના રહેવા વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે તેમજ આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.




