HomeGujaratટંકારા-રાજકોટ હાઇવે નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી, ઓળખ માટે પોલીસની જાહેર જનતાને...

ટંકારા-રાજકોટ હાઇવે નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી, ઓળખ માટે પોલીસની જાહેર જનતાને અપીલ

ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર ખજુરા હોટલ નજીકથી તા. 12 ના રોજ આશરે 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને જમણા પગમાં ઇજા થયેલી હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પુરુષની ઓળખ હજુ સુધી થઈ નથી તથા તેના વાલીવારસ પણ મળી આવ્યા નથી. મૃતકની ઉંમર આશરે 45 વર્ષ છે તેમજ જમણા હાથમાં અંગ્રેજીમાં T અક્ષર લખાયેલો છે. તેમણે ગ્રે કલરનો કાળી ડિઝાઇનવાળો શર્ટ અને આછા મરૂન કલરનું કોટન પેન્ટ પહેરેલું છે. ગળામાં લાલ દોરો તથા જમણા હાથમાં લાલ દોરો બાંધેલો છે.

ટંકારા પોલીસ સ્ટેશન તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને આ મૃતક વિશે કોઈ માહિતી હોય તો 63596 26076 નંબર પર સંપર્ક કરે.

RELATED ARTICLES

Most Popular