Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના ટંકારા તાલુકાના મીતાણા ગામે પવનચક્કીમાંથી રૂ.25 હજારનો મુદ્દામાલ ચોરી

મોરબીના ટંકારા તાલુકાના મીતાણા ગામે પવનચક્કીમાંથી રૂ.25 હજારનો મુદ્દામાલ ચોરી

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલી પવનચક્કી નં. MTN-01 માં તસ્કરોએ ઘુસીને ચોરીની ઘટના અંજામ આપી હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, અજાણ્યા તસ્કરોએ પવનચક્કીના ગેઇટનો નકુચો તોડી કન્વર્ટર કેબીનમાંથી અર્થીંગ કેબલ (કિંમત રૂ.17,000) તથા તાંબાની પ્લેટ (કિંમત રૂ.8,000) સહિત કુલ રૂ.25,000ના મુદ્દામાલની ચોરી કરી હતી.

તદુપરાંત તસ્કરોએ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે રૂ.500નું નુકસાન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મૂળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારા ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા પુનીતભાઈ પ્રેમનાથ રાવલ (ઉં. 34) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ટંકારા પોલીસે ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે અને ચોરોના પત્તા લગાવવા માટે તપાસના ચક્રો તેજ કર્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular