મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક પગલા લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી દ્વારા એક ઇસમ તથા એક મહિલાને પાસા એક્ટ હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે.
એમ.પી. પંડયા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીની આગેવાનીમાં તૈયાર કરાયેલ પાસા દરખાસ્તને અનુસરી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા બંને આરોપીઓ સામે પાસા વોરંટ ઇશ્યુ કરાયા હતા. જેનાં આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કાર્યવાહી કરીને સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (ઉ.વ.૩૮, સરાયા ગામ, તા. ટંકારા) ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મનીષાબેન સુરેશભાઇ થરેસા (ઉ.વ.૪૫, વજેપર શેરી નં. ૨૪, મોરબી) ને જિલ્લા જેલ ભાવનગર ખાતે હવાલે કર્યા હતા.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડયા, પો.સબ ઇન્સ. બી.ડી. ભટ્ટ, પો.સબ ઇન્સ. જે.પી. કણસાગરા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ જોડાયેલ હતો.




