HomeGujaratમોરબીમાં ભીમસર ચોકડી પાસેથી એક ઈસમ દેશી તમંચા સાથે ઝડપાયો

મોરબીમાં ભીમસર ચોકડી પાસેથી એક ઈસમ દેશી તમંચા સાથે ઝડપાયો

માળીયા મીંયાણા પોલીસએ ભીમસર ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન એક ઈસમને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ભીમસર ચોકડીથી મોરબી તરફ જતા માર્ગ પર નરેશજી જીલાજી મુલાડીયા (ઠાકોર) નામનો ઈસમ પેન્ટના નેફામાં ગેરકાયદેસર હથિયાર સાથે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસએ કોર્ડન કરી કાર્યવાહી કરતાં ઈસમ પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.

આરોપી નરેશજી જીલાજી મુલાડીયા (ઉં. 29), ધંધો મજૂરી, (રહે. તુલસી પાર્ક, મોરબી; મૂળ નિવાસ ફતેગંજ, તા. શંખેશ્વર, જી. પાટણ.) દેશી બનાવટનો તમંચો નંગ 1, કિંમત રૂ. 5,000 સહિત ઝડપાયો હતો.

પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ માળીયા મીંયાણા પોલીસ સ્ટાફ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.આ આરોપી સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

Most Popular