HomeMorbiમોરબીના યોગીનગરમા યુવક પર પથ્થર વડે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના યોગીનગરમા યુવક પર પથ્થર વડે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાછળ યોગીનગરમા અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને એક શખ્સે પથ્થર વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાછળ યોગીનગર શેરી નંબર -7મા રહેતા ભાવેશભાઈ રતીલાલભાઈ અગેચાણીયા (ઉ.વ.૩૦) એ આરોપી અનીલભાઈ સનુરા રહે. યોગીનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આજથી સાતેક દિવસ અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને પથ્થરનો છુટો ઘા મારી માથાના ભાગે ટાંકા આવેલ તથા ફ્રેકચર જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.