HomeMorbiમોરબીમાં રસ્તા મુદ્દે તણાવ: વેપારી પર પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમકી; 5...

મોરબીમાં રસ્તા મુદ્દે તણાવ: વેપારી પર પથ્થરમારો, જાનથી મારી નાખવાની ધમકી; 5 સામે પોલીસ ફરિયાદ

મોરબી શહેરમાં રસ્તા મુદ્દે પડોશીઓ વચ્ચે થયેલો વિવાદ ઉગ્ર બનતા વેપારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (ઉ.વ.૫૩) એ આરોપી ચીરાગભાઇ ધરમસીભાઇ વડસોલા, ડો જયશુખભાઇ કાનજીભાઇ પનારા, કોમલબેન જયશુખભાઇ પનારા, અલ્પાબેન ચીરાગભાઇ વડસોલા, રાકેશભાઇ કાંતીભાઇ મેરજા રહે.બધા આર્યગ્રામ સોસાયટી સનાળા ધુનડા રોડ ઉપર આવેલ ગ્રીન સીટી સોસાયટી સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓની આર્યગ્રામ સોસાયટીના ગેટ બહાર થી ફરીયાદી તથા સાથીની સનાતન ગ્રામ સોસાયટીમાનો રસ્તો જતો હોય જે રસ્તા પર ના ચાલવા દેવા માટે ના પાડી તથા બધાએ જેમ ફાવે તેમ ગાળો આપી તથા ચીરાગભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પથ્થરના છુટ્ટા ઘા કરી ડાબા હાથે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular