HomeMorbiમોરબી મનપાની ફાયર શાખાએ ૦૩ સરકારી કચેરીમાં ૩૪ અને હોસ્પિટલમાં ૨૫ કર્મચારીઓને...
મોરબી મનપાની ફાયર શાખાએ ૦૩ સરકારી કચેરીમાં ૩૪ અને હોસ્પિટલમાં ૨૫ કર્મચારીઓને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી
Advertisement
Advertisement
મોરબીમહાનગરપાલિકાના છેવાડાના વિસ્તારોમાં આગ કે ઇમરજન્સી સમયે ત્વરિત કામગીરી માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નવા ૦૫ (પાંચ) સ્થળોએ વોટર પોઈન્ટ્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ૦૩ સરકારી કચેરી ૩૪ કર્મચારી અને ૦૧ હોસ્પિટલમાં ૨૫ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી. કોમ્પલેક્ષ અને ઈન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૯૨ કોમ્પલેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં ૦૬ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-ભનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.
મોરબી શહેરના વિસ્તરણને ધ્યાને રાખીને છેવાડાના વિસ્તારોમાં ક્યારેય પણ આગ જેવી આકસ્મિક દુર્ઘટના કે કટોકટીનો સમય આવે ત્યારે બચાવ કામગીરી ઝડપી બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ફાયર ફાઈટરોને પાણી ભરવા માટે લાંબો સમય ન બગડે અને સમયસર આગ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી શહેરના જુદા જુદા છેવાડાના વિસ્તારોમાં વૈકલ્પિક પાણી ભરવા માટેના સ્ટેન્ડબાય સ્ત્રોત કાર્યરત કરવામાં આવ્યા છે. ઘણી વખત શહેરના આતરિક અને ટ્રાફિકવાળા વિસ્તારોમાંથી ફાયર ફાઈટરને પાણી રિફિલ કરવા આવવામાં સમયનો વ્યય થતો હોય છે. આ બાબતને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડા પર આવેલા મુખ્ય વિસ્તારોમાં આ આયોજન કરાયું છે.
ઈમરજન્સી સમયે ઉપયોગમાં લઈ શકાય તેવા વોટર પોઈન્ટ્સના સ્થળો :(૦૧) શોભેશ્વર રોડ પાણીનો સંપ, (૦૨) ઘુનડા રોડ પાણીનો સંપ, (૦૩) લીલાપર પાણીનો સંપ, (૦૪) સુરજબાગ પાણીનો સંપ. (૦૫) પીપળી રોડ પાણીનો સંપ.
આ પાંચેય પોઈન્ટ્સ કાર્યરત થવાથી છેવાડાના વિસ્તારોમાં લાગતી આગ કે અન્ય આપત્તિના સમયે ફાયર વિભાગની ટીમોને ઘટનાસ્થળની નજીકથી જ પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ શકશે. જેને લીધે ઓછામાં ઓછા સમયમાં રાહત કામગીરી શરૂ કરી શકાશે અને મોટી જાનમાલની નુકસાની અટકાવી શકાશે.
મોરબીમાં ૦૪ આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો કુલ (PPE)આધુનિક સાધનો દ્વારા ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.
Advertisement
Advertisement