HomeMorbiહળવદમાં દંપતી પર કાર ચડાવી જીવલેણ હુમલાની કોશિશ! પાંચ શખ્સો સામે ગુન્હો...

હળવદમાં દંપતી પર કાર ચડાવી જીવલેણ હુમલાની કોશિશ! પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ 

હળવદ GIDCમાં ધમકી અને ગાળાગાળી બાદ દંપતી પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદથી ચકચાર મચી છે.

હળવદ તાલુકાના GIDC વિસ્તારમાં દંપતી સાથે બોલાચાલી બાદ પાંચ શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો તેમજ કારથી મોટરસાયકલને નુકસાન પહોંચાડી ફરિયાદીના પતિ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે હળવદ GIDCમાં હનુમાનજી મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયા (ઉં.વ.23)એ હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રફીક કાદર જામ, હારૂન કાસમ, નીઝામ, સમીર રફીક જામ અને સુરેશ પરમાર, તમામ હળવદવાળા, વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, પાયલબેન પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓ GJ-36-AJ-0820 નંબરની ફોરવ્હીલ કાર લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા તેમના સાથીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતાની કાર ફરિયાદીના પતિના મોટરસાયકલ પર ચડાવી દેતાં મોટરસાયકલને નુકસાન થયું હતું. વધુમાં ફરિયાદીના પતિને નિશાન બનાવી કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ઘટનાને પગલે પાયલબેને હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular