HomeMorbiકારીયા સોસાયટીમાં તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: રૂ.11,500 રોકડ સાથે 7 જુગારીઓ પોલીસના સકંજામાં
કારીયા સોસાયટીમાં તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: રૂ.11,500 રોકડ સાથે 7 જુગારીઓ પોલીસના સકંજામાં
મોરબીના વાવડી રોડ પર આવેલી કારીયા સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11,500 રોકડ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કારીયા સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં અર્જુનભાઇ વિષ્ણુભાઇ નકુમ (ઉ.વ.19), આર્યનભાઇ બાલુભાઇ મકવાણા (ઉ.વ.20), મોહનભાઇ પ્રેમજીભાઇ હડીયલ (ઉ.વ.42), રાહુલભાઇ મનુભાઇ મકવાણા (ઉ.વ.25), વિવેકભાઇ હરીભાઇ ભલસોડ (ઉ.વ.31), જનકભાઇ અશોકભાઇ ભલસોડ (ઉ.વ.22) અને કેવલભાઇ જેન્તીલાલ ભલસોડ (ઉ.વ.30) તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે તમામ સાત ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.