HomeMorbiમોરબી સબ જેલમાં ફરી મોબાઈલની એન્ટ્રી! બંદીના પેન્ટના નેફામાંથી ચાલુ સ્માર્ટફોન-જિઓ સિમ...

મોરબી સબ જેલમાં ફરી મોબાઈલની એન્ટ્રી! બંદીના પેન્ટના નેફામાંથી ચાલુ સ્માર્ટફોન-જિઓ સિમ મળી આવતાં ચકચાર

મોરબી સબ જેલમાં અચાનક સર્ચ દરમિયાન કાચા કામના આરોપીના પેન્ટના નેફામાં સંતાડેલો એન્ડ્રોઇડ મોબાઈલ અને ચાલુ જિઓ સિમ મળી આવતાં જેલ સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ જેલ અધિક્ષક એચ. એ. બાબરીયાના આદેશથી સબ જેલના સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયા તથા તેમની ટીમ દ્વારા સર્કલ નંબર-02ની ખોલી નંબર-02માં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરમિયાન જેલ સિપાઈ ભરતભાઇ એ. ખાંભરાએ ખોલીમાં બંધ કાચા કામના આરોપી ફારૂક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાંથી સંતાડેલો PEACE કંપનીનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન મળી આવ્યો હતો. મોબાઈલમાં જિઓ કંપનીનું સિમકાર્ડ પણ ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

જેલ જેવા સંવેદનશીલ અને સુરક્ષિત સ્થળે પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. અગાઉ પણ મોરબી સબ જેલમાંથી મોબાઈલ મળી આવ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે ફરી મોબાઈલની એન્ટ્રી થતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

આ મામલે સુબેદાર રાજુભાઇ ઝેઝરીયાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફારૂક અલ્લારખા ભટી તેમજ તપાસ દરમિયાન જે કોઈ કસમૂરવાર કે મદદગારના નામ ખુલે તે તમામ સામે BNS-2023ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) મુજબ ગુનો નોંધાયો છે. હાલ PSI એન.આર. વાણીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular