HomeMorbiમોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે સાયબર જાગૃતી કાર્યક્રમ...
મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે સાયબર જાગૃતી કાર્યક્રમ યોજાયો
મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે સાયબર સુરક્ષા અને ઓનલાઈન છેતરપિંડી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને સાયબર ફ્રોડની વિવિધ રીતો અંગે માહિતગાર કરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસે OTP, PIN અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવા, અજાણી લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા સાવચેત રહેવા તેમજ મોબાઈલનું સ્ક્રીન શેરિંગ અને રિમોટ એક્સેસ આપવાથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ઓનલાઈન એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે 2FA જેવી સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું હતું.
સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાની સ્થિતિમાં વિલંબ કર્યા વગર સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. “જાગૃત વડીલ, સુરક્ષિત પરિવાર — સાયબર સુરક્ષા સૌની જવાબદારી”ના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.