HomeMorbiગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હંસાબેન પારેઘીની નિમણૂ
ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હંસાબેન પારેઘીની નિમણૂ
બીનવિવાદસ્પદ અને બેદાગ છબી ધરાવતા હંસાબેન પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જીલ્લા કક્ષાથી પ્રદેશ કક્ષા સુધી સંગઠાત્મક વિવિધ નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ હંસાબેન પારેધીની ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકેની અત્યંત મહત્ત્વપૂર્ણ અને જવાબદારીપૂર્વકની ભૂમિકા સોંપવામાં આવી છે, તે બદલ હું પ્રદેશ સંગઠન અને મોરબી જિલ્લા ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ભૂતપૂર્વ રાજકોટ જીલ્લા પંચાયતના અને પૂર્વ મોરબી જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે તેઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારીઓનું વહન કરવા સાથે જીલ્લાના અનેક વિકાસકામો કરી સફળતા પૂર્વક પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. બબ્બે વખતના જીલ્લા પ્રમુખના સમયમાં તેઓ બેદાગ અને વિવાદોથી દૂર રહ્યા છે. ક્યારેય કોઈ બાબતે તેમના પર આંગળી ચિંધવામાં આવી નથી.
સ્વભાવે મૃદુ, ઓછાબોલા અને સીધાસાદા,નીર્રઅભિમાની હોવાની છબી ધરાવતા હંસાબેન પારેઘી પર મોરબી જીલ્લા ભાજપ પરિવાર તેમજ જ્ઞાતિ, સંગઠનો દ્વારા તેમના મો.નં. 9638532305 પર અભિનંદન વર્ષા થઇ રહી છે.