HomeMorbiમોરબી નજીકથી 13 વર્ષની સગીરા ગુમ, પરિવારની શોધખોળ છતાં પત્તો નહીં
મોરબી નજીકથી 13 વર્ષની સગીરા ગુમ, પરિવારની શોધખોળ છતાં પત્તો નહીં
મોરબી નજીક હરીપર કેરાળા રોડ પર આવેલી એક કારખાનાની કોલોનીમાંથી 13 વર્ષ અને 8 માસની સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગત તા. 28 ઓગસ્ટ 2026ના રોજ બપોરે આશરે 11 વાગ્યાના અરસામાં સગીરા રોડ પર આવેલી દુકાનેથી ચીજવસ્તુ લેવા જવાનું કહી રૂમ પરથી નીકળી હતી. જોકે લાંબો સમય વીતી ગયા બાદ પણ તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
આસપાસના વિસ્તારો તેમજ વતનમાં શોધખોળ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો ન મળતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવારજનોએ સગીરાને કોઈ અજાણ્યો ઈસમ લાલચ- લલચાવી અથવા બળજબરીથી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.