HomeMorbiમાધાપર શેરીમાં પોલીસનું ચેકિંગ: ‘રાજસ્થાન ઓન્લી’ માર્કાની 5 બોટલ સાથે એક ઈસમ...
માધાપર શેરીમાં પોલીસનું ચેકિંગ: ‘રાજસ્થાન ઓન્લી’ માર્કાની 5 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પેટ્રોલિંગ દરમિયાન માધાપર શેરી નં. 3 પાસે શંકાસ્પદ રીતે ફરતા યુવકને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી રૂ.2,825ની વિદેશી દારૂની 5 સીલબંધ બોટલો મળી આવતા પોલીસે સપ્લાયર સહિત બે સામે ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી -૦૩ ના નાકાં પાસે શંકાસ્પદ શખ્સની તલાસી લેતાં તેની પાસે રહેલા વિમલના થેલાની તલાશી લેતા થેલામાંથી ‘રાજસ્થાન ઓન્લી’ માર્કા વાળી વિદેશી દારૂની ૦૫ સીલબંધ બોટલો કિંમત રૂ. ૨,૮૨૫ ના મુદ્દામાલ સાથે આરોપી રાહુલ ઉર્ફ લાલિ રમેશભાઈ પરેશા રહે. મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દારૂ સપ્લાય કરનાર સાવન ઉર્ફે સાવલો કોળી રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.