HomeMorbiટંકારા નગરનાકે નંબર પ્લેટ વગરની બાઇકે ખોલ્યો ચોરીનો ભેદ! બે શખ્સ ઝડપાયા

ટંકારા નગરનાકે નંબર પ્લેટ વગરની બાઇકે ખોલ્યો ચોરીનો ભેદ! બે શખ્સ ઝડપાયા

ટંકારા ઉગમણા નાકા પાસેથી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ટંકારા પોલીસે નગરનાકા સામે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર પસાર થતા બે શખ્સોને રોકી પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

પોલીસે પોકેટકોપ/ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં મોટરસાયકલના એન્જિન-ચેસીસ નંબરની તપાસ કરતાં બાઇક ટંકારા ઉગમણા નાકાના રહેવાસી સુનિલભાઇ રમેશભાઇ દંતેસરીયાની હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં આ બાઇક અંગે ચોરીની ફરિયાદ નોંધાયેલી હોવાનું ખુલતાં પોલીસે અજયભાઇ જીવણભાઇ મકવાણા (ઉં.વ.37) અને જયરાજસિંહ કરણસિંહ ઝાલા (ઉં.વ.24)ને ઝડપી લીધા હતા. વધુ પૂછપરછમાં બંનેએ સાથે મળી બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular