HomeMorbiમોરબીવાસીઓ ધ્યાન આપે! રેલવેના કામકાજને પગલે લેવલ ક્રોસિંગ નં. ૩૪ બે રાત્રિ...

મોરબીવાસીઓ ધ્યાન આપે! રેલવેના કામકાજને પગલે લેવલ ક્રોસિંગ નં. ૩૪ બે રાત્રિ માટે બંધ રહેશે: જાણો વૈકલ્પિક રૂટ

મોરબી: વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવતા સિનિયર સેક્શન એન્જિનિયર (P.WAY), મોરબી દ્વારા મોરબી-બરવાળા રોડ પર આવેલા લેવલ ક્રોસિંગ નંબર ૩૪ (મોરબી) ખાતે આવશ્યક રેલવે કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા આ કામગીરી સુરક્ષિત અને ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)બી અન્વયે એક જાહેરનામું બહાર પાડીને આ માર્ગને નિશ્ચિત સમય માટે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.

કામગીરીનો સમયગાળો અને તારીખ:

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, લેવલ ક્રોસિંગ નંબર ૩૪ પર કામગીરી હાથ ધરવા માટે વાહનવ્યવહાર કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવશે. આ કામગીરી આગામી તા. ૨૫/૦૯/૨૦૨૬ની મધ્યવર્તી રાત્રિ દરમિયાન રાત્રે ૨૨:૦૦ કલાકથી તા. ૨૬/૦૯/૨૦૨૬ સવારે ૦૬:૦૦ કલાક સુધી તેમજ તા. ૨૬/૦૯/૨૦૨૬ની મધ્યવર્તી રાત્રિ દરમિયાન રાત્રે ૨૨:૦૦ કલાકથી તા. ૨૭/૦૯/૨૦૨૬ સવારે ૦૬:૦૦ કલાક સુધી કરવામાં આવશે. આ સમય દરમિયાન જાહેર સલામતી અને વાહનવ્યવહારના યોગ્ય નિયામન માટે ડાયવર્ઝન અમલમાં રહેશે.

વાહનચાલકો માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગો (ડાયવર્ઝન રૂટ):

વાહનચાલકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે:

મોરબી બાયપાસ રોડ તરફ જતા વાહનો માટે: મોરબી રેલવે સ્ટેશન → સુપર ટોકીઝ → મહેન્દ્રપરા મેઈન રોડ → વાવડી રોડ → મોરબી બાયપાસ રોડ.

LC નં. ૩૪ તરફ જતા વાહનો માટે: મોરબી બાયપાસ રોડ → વાવડી રોડ → મહેન્દ્રપરા મેઈન રોડ → જડેશ્વર મંદિર → મોરબી રેલવે સ્ટેશન.

આ જાહેરનામા અને હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular