HomeMorbiમોરબી માટે ગૌરવની વાત: દેવાંગ અંદરપાએ અમદાવાદ મનપામાં મેળવ્યું Assistant Technical Supervisorનું...
મોરબી માટે ગૌરવની વાત: દેવાંગ અંદરપાએ અમદાવાદ મનપામાં મેળવ્યું Assistant Technical Supervisorનું પદ
મોરબીના અંજની-બી, ઉમા ટાઉનશિપ ખાતે રહેતા તથા મૂળ રંગપર (મૂડ) ગામના દેવાંગભાઈ દિલીપભાઈ અંદરપાએ અથાગ મહેનત અને પાટીદાર સમાજના તાલીમ કેન્દ્રમાં લીધેલી તાલીમના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં Assistant Technical Supervisor તરીકે પદવી મેળવી છે.
દેવાંગભાઈના પિતા દિલીપભાઈ અંદરપા થાનગઢ સિરામિક વ્યવસાય સાથે જોડાયેલા છે, જ્યારે તેમના કાકા સુરેશભાઈ અંદરપા જૂના દેવળિયા માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ છે. પરિવારજનોના માર્ગદર્શન અને પોતાની મહેનતથી આ સિદ્ધિ હાંસલ કરનાર દેવાંગભાઈને મિત્રો તથા સગા-સંબંધીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.