HomeMorbiટીંબડીના સ્પા સેન્ટરમાં SOGનો દરોડો, જાહેરનામાના ભંગ બદલ મેનેજર સામે ગુનો
ટીંબડીના સ્પા સેન્ટરમાં SOGનો દરોડો, જાહેરનામાના ભંગ બદલ મેનેજર સામે ગુનો
મોરબી: ટીંબડી ગામની સીમમાં અશ્વમેઘ હોટલ સામે આવેલા ઓરબિટ-૨ કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા ‘સિસો થાઇ સ્પા’માં મોરબી SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી છ વર્કરોના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.
સાથે જ સ્પાના CCTV કેમેરાનું રેકોર્ડિંગ જાહેરનામા મુજબ જાળવવામાં ન આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આથી SOGના પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા, મૂળ મિઝોરમના અને હાલ સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતા ગોયારામ ડેસોકુમાર રીયાંગ (ઉં.વ. ૨૦) સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.