HomeMorbiવાંકાનેરના સીબેલા કારખાના પાસે મજૂરોને ધમકી-મારામારીનો આક્ષેપ, ત્રણ સામે ફરિયાદ
વાંકાનેરના સીબેલા કારખાના પાસે મજૂરોને ધમકી-મારામારીનો આક્ષેપ, ત્રણ સામે ફરિયાદ
વાંકાનેર-થાન રોડ પર સીબેલા કારખાના નજીક મજૂરો કામ કરવા બાબતે બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો. ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અને એક મજૂરને ઝાપટ માર્યાના આક્ષેપ સાથે ત્રણ ઈસમો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ રહેતા નિલેશભાઈ બાબુભાઈ જલુ (ઉ.વ.૫૩) એ આરોપી ભરતસિંહ, ભુપતસિંહ, અલિ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મજુરો વાંકાનેર થાન રોડ સીબેલા કારખાનામા બાદ વઘાસીયા ટોલગેટ પાસે આવેલ વાઈટ હાઉસમા મજુરો કામ કરતા હોય જેને આરોપીઓ ભરતસિંહ, ભુપતસિંહ અને અલી જેના પુરા નામઠામની ખબર નથી એ ગાળો આપી જાનથી મારી નખવાની ધમકી આપી સાથી મહેશ રહે. વિછીયા વાળાને એક બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.