HomeMorbiમાળિયા-મોરબી હાઈવે પર ક્રેટાના ‘ચોરખાના’માંથી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.49 હજારના વિદેશી દારૂ...

માળિયા-મોરબી હાઈવે પર ક્રેટાના ‘ચોરખાના’માંથી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ.49 હજારના વિદેશી દારૂ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

માળિયા મિયાણા: મોરબી-કંડલા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટેલ નજીક પોલીસ અને ભુજ રેન્જ ટીમના વાહન ચેકિંગ દરમિયાન હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. કારના ખાસ બનાવેલા ‘ચોરખાના’માંથી 397 ચપલા મળી આવ્યા હતા.

ચેકિંગ દરમિયાન GJ-10-CG-2178 નંબરની શંકાસ્પદ ક્રેટા કારને અટકાવી તપાસ કરતા રૂ.49,625ની કિંમતનો વિદેશી દારૂ, રૂ.8 લાખની કાર અને રૂ.5 હજારનો મોબાઈલ મળી કુલ રૂ.8,54,625નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે રાજસ્થાનના રહેવાસી રાવતસિંહ ભેરસિંહ ચૌહાણને ઝડપી પૂછપરછ હાથ ધરતા અન્ય એક શખ્સ માંગીલાલ રબારીનું નામ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular