HomeMorbiમોરબીમાં અલ્ટો કારમાંથી 262 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: રૂ.2.97 લાખના મુદ્દામાલ સાથે...

મોરબીમાં અલ્ટો કારમાંથી 262 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: રૂ.2.97 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ પોલીસ સકંજામાં

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે નિર્મલ જ્યોત પેટ્રોલપંપ નજીક નેશનલ હાઇવે પરથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે 262 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂ.2.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલપંપ પાસે નેશનલ હાઇવે રોડ પર શંકાસ્પદ જણાતા આરોપીના કબ્જા ભોગવટા વાળી અલ્ટો કાર રજીસ્ટર નંબર જીજે- ૧૩-એન.એન-૦૩૪૬ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૬૨ કિંમત રૂપિયા ૪૭,૧૧૮ તથા અલ્ટો કાર કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૯૭, ૧૧૮ ના મુદ્દામાલ સાથે આરોપી બળદેવભાઈ ઉર્ફે બાલો નાગરભાઈ સાકરીયા રહે. ગામ લાલપર તા. મોરબીવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular