HomeMorbiમાળિયામાં બનેવીના ભંગારના ડેલા પર બેસવા બાબતે બોલાચાલી બાદ યુવક પર પાઇપથી...
માળિયામાં બનેવીના ભંગારના ડેલા પર બેસવા બાબતે બોલાચાલી બાદ યુવક પર પાઇપથી હુમલો, પગમાં ફ્રેક્ચર
માળિયા મીયાણાના પંચવટી ગામના પાટિયા પાસે બનેવીના ભંગારના ડેલા પર બેસવા જેવી બાબતે યુવક સાથે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. આરોપીએ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં યુવકને પગમાં ફ્રેક્ચર સહિત ઈજાઓ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને મજુરી કામ કરતા સમીરભાઈ અબ્બાસભાઈ મોવર (ઉ.વ.૨૩) એ આરોપી અકબર સુલતાનભાઈ કટીયા રહે. ખીરઈ ગામ તા. માળિયા મીયાણાવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના બનેવીના ભંગરના ડેલે બેસવા જતાં હોય જે આરોપીને ગમતું ના હોય જેથી આરોપીએ ફરીયાદીને સાથે બોલાચાલી કરી ગાળો ગાળી તથા જપા જપી કરી ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી લોખંડના પાઈપ વડે ફરીયાદીના જમણા પગના ભાગે માર મારી ફેકચર કરી તથા માથાના પાછડના ભાગે મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.