સીટી બી ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં નવલખી રોડ ઉપર પાણીના ટાંકા પાસે આરોપી સન્ની નવીનભાઈ મારુણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122 સાથે પકડાઈ ગયો હતો. જ્યારે બીજા દરોડામાં શોભેશ્વર રોડ ઉપર રહેતા આરોપી દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1122નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો.
જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે ભડિયાદ રોડ નજરબાગ રેલવે ફાટક પાસે આરોપી વિજય શિવાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 3480 કબજે કરી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




