HomeMorbiમોરબીમાં ધર્મલાભ સોસાયટીમાં દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો: 64 બોટલ સાથે બે...

મોરબીમાં ધર્મલાભ સોસાયટીમાં દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો: 64 બોટલ સાથે બે ઝડપાયા, રૂ.92,576નો મુદ્દામાલ જપ્ત

મોરબીના શક્તશનાળા વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ધર્મલાભ સોસાયટીમાં આવેલા એક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી વિવિધ બ્રાન્ડની 64 દારૂની બોટલો, કિંમત રૂ.92,576 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ધર્મલાભ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન શૈલેષભાઈ ઉર્ફે રોબીન અણદાભાઈ હણ અને વિવેકભાઈ ઉર્ફે બંસી રમેશભાઈ ખાંભલા ઝડપાયા હતા. બંનેની પૂછપરછમાં દારૂના જથ્થા મામલે વિશાલભાઈ ઉપેન્દ્રભાઈ ખાંભલાનું નામ સામે આવ્યું હતું, જોકે તે સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો.

આ મામલે મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular