HomeMorbiમોરબી-કચ્છ હાઈવે પર ઘેટાંથી ખચોખચ ભરેલી આઈસર ઝડપાઈ, 71 પશુઓનો કરુણ હાલતમાં...

મોરબી-કચ્છ હાઈવે પર ઘેટાંથી ખચોખચ ભરેલી આઈસર ઝડપાઈ, 71 પશુઓનો કરુણ હાલતમાં બચાવ

માળિયા મીયાણા પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિશાળા હોટલ નજીક શંકાસ્પદ આઈસર ટ્રક ઝડપાઈ હતી. તપાસમાં પાણી-ઘાસચારાની સુવિધા વગર ગીચોગીચ ભરેલા 71 ઘેટાં મળી આવતા પોલીસે કુલ રૂ.7.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે કાર્યવાહી કરી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળિયા (મી.) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજસિંહ શક્તિસિંહ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કચ્છ-મોરબી રોડ પર આવેલ વિશાળા હોટલ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ આઈસર ટ્રક (GJ-09Z-9365) ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકના ઠાઠામાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ સગવડ વગર અત્યંત દયનીય હાલતમાં ગીચોગીચ ભરેલા ૭૧ ઘેટાં મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૭૧,૦૦૦ ની કિંમતના ઘેટાં અને રૂ. ૭,૦૦,૦૦૦ ની ટ્રક મળી કુલ રૂ. ૭,૭૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઘેટાંઓને પાંજરાપોળ મોકલવાની કામગીરી કરી હતી.

કોઈપણ આધાર પુરાવા કે પરમિટ વગર કુરતાપૂર્વક પશુઓની હેરફેર કરવા બદલ પોલીસે પશુ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં ટ્રક ચાલક ફિરોજભાઈ આદમભાઈ ઓડ (રહે. રતનપુર, માતર, ખેડા), આરીફભાઈ ફિરોજભાઈ ઓડ (રહે. રતનપુર, માતર, ખેડા), મેરાભાઈ હમીરભાઈ ખાંભલા (રહે. લોડાઈ, ભુજ, કચ્છ) અને યુનુસભાઈ આદમભાઈ ઓડ (રહે. ખેડા કેમ્પ, ખેડા)નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular