HomeMorbiવાંકનેર સરકારી હોસ્પિટલમાં દાદાગીરી: દર્દીને રિફર કરવા બાબતે ઓન-ડ્યુટી ડોક્ટર પર હુમલો...
વાંકનેર સરકારી હોસ્પિટલમાં દાદાગીરી: દર્દીને રિફર કરવા બાબતે ઓન-ડ્યુટી ડોક્ટર પર હુમલો અને ધમકી
વાંકનેરની સરકારી હોસ્પિટલમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે એમ.ડી. મેડીસીન ડોક્ટર પાસે રિફર કરવા જેવા મુદ્દે બે શખ્સોએ ઓન-ડ્યુટી ડોક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તબીબ સાથે ગાળાગાળી કરી, ગરદન પર થાપટ મારી હુમલો કરાતાં હોસ્પિટલના સ્ટાફ વચ્ચે પડતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. સરકારી ફરજમાં રુકાવટ અને હુમલા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અને ડોક્ટર તરીકે ફરજ બજાવતા મોહંમદ અબ્દુલરહિમ વકાલિયા (ઉ.વ.૨૪) એ આરોપી અમીત સેજપાલ રહે. વાંકાનેર તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે પોતાની ફરજમા હતા તે દરમ્યાન આરોપી અમિતે ફરીયાદિને પોતાની ફરજ દરમ્યાન થપાટ મારી તેમજ આરોપીઓએ ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ફરીયાદિને ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.