HomeMorbiમોરબીમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને સુરત લાજપોર જેલ હવાલે કરાયો
મોરબીમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને સુરત લાજપોર જેલ હવાલે કરાયો
મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમ સામે એલસીબીની પાસા દરખાસ્ત બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેને પગલે આરોપીને ડિટેઈન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી. બુટલેગર સામે મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટરએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ દિપેશ ઉર્ફે રાહુલ પુંજાભાઇ ધનાભાઇ પટણી (ઉ.વ.૩૭) રહે.ચીત્રોડ, તા. રાપર જી.કચ્છ વાળાનુ લાજપોર મધ્યસ્થ જેલ સુરતનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના પોલીસ અધિકારી /સ્ટાફ દ્વારા ઇસમને ગળપાદર જેલમા જામીન મુક્ત થતા મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીને પાસા એકટ તળે, ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરેલ છે.