HomeMorbiGoogle પરથી મળ્યો ફેક કસ્ટમર કેર નંબર, એક લિંકે ખાલી કર્યું બેંક...

Google પરથી મળ્યો ફેક કસ્ટમર કેર નંબર, એક લિંકે ખાલી કર્યું બેંક એકાઉન્ટ! ટંકારાના યુવકને રૂ. 4.42 લાખનો ચૂનો

ટંકારા પંથકમાં ઓનલાઈન છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. DTDC કુરિયરની ટ્રેકિંગ માટે Google પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવો એક રહેવાસીને ભારે પડ્યો અને માત્ર રૂ. 5ના ટ્રાન્ઝેક્શનના બહાને મોકલાયેલી લિંક મારફતે બેંક ખાતામાંથી રૂ. 4.42 લાખ ઉપડી ગયા.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા પરસોત્તમભાઈ વશરામભાઇ મકવાણા (ઉ.વ.૪૬) એ બે એકાઉન્ટ ધારક આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ની Essae ડીજીટ્રોન્સ પ્રા.લી કંપનીનુ UPS ખરાબ થઇ જતા ઉપરોક્ત કંપનીએ UPS ગાંધીધામ ઓફીસે DTDC કુરીયર માધ્યમથી મંગાવેલ જે દસ દિવસ સુધી ડીલેવરી ન મળતા ફરીયાદીએ DTDC કુરીયરનો ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવી કોલ કરતા આરોપીએ આપેલ લીંકમાં ફરીયાદિએ કંપનીનુ એડ્રેસ તથા પીનકોડ ઓનલાઇન સબમીટ કરી રૂ. ૫૫નુ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા ફરીયાદિના એકસીસ બેંક ખાતામાંથી આરોપીએ FEDERAL BANK એકાઉન્ટમાં કુલ રૂ.૪,૪૨,૦૦૫.૯૦/- RTGS તથા IMPS ટ્રાન્જેક્શનથી ઓનલાઇન મેળવી લઇ ફરીયાદીના નાણા આજદી ન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular