HomeMorbiચાર દિવસમાં 471 મૂર્તિઓનું વિસર્જન: મોરબી મનપાની સુવ્યવસ્થિત વ્યવસ્થા
ચાર દિવસમાં 471 મૂર્તિઓનું વિસર્જન: મોરબી મનપાની સુવ્યવસ્થિત વ્યવસ્થા
મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ચાર દિવસ દરમિયાન આશરે 471 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોને વિસર્જન સ્થળ સુધી જવું ન પડે તે માટે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઈસ્કૂલ-વીસી પરા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને સ્કાય મોલ પાસે ચાર પીકઅપ પોઈન્ટની વ્યવસ્થા કરાઈ હતી.
લીલાપર-ઘુનડા રોડ ખાતે મુખ્ય વિસર્જન સ્થળે 2 ક્રેન, 1 JCB, 9 ટ્રેક્ટર, ફાયર રેસ્ક્યુ બોટ, મિની ફાયર ફાઈટર, લાઈફ રિંગ અને લાઈફ જેકેટ સહિતની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમજ મંડપ, પીવાનું પાણી અને માઈક-સ્પીકર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. સમગ્ર કામગીરીમાં વિવિધ વિભાગના 75 જેટલા કર્મચારીઓ જોડાયા હતા.