HomeMorbiમોરબીમાં ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ‘જ્ઞાનયજ્ઞા પુસ્તક મેળા’નું આયોજન

મોરબીમાં ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ‘જ્ઞાનયજ્ઞા પુસ્તક મેળા’નું આયોજન

મોરબીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી – કચ્છ દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી દ્વારા પ્રેરિત ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળ’ યોજાનાર છે.

આ પુસ્તક મેળામાં શૈક્ષણિક, નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, આરોગ્ય, પ્રવાસન, મેનેજમેન્ટ, પ્રેરણાદાયી તથા ધાર્મિક સહિત વિવિધ વિષયોના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો ૪૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત શાળા-કોલેજ સહિતની સંસ્થાઓના ગ્રંથાલયોને પુસ્તક ખરીદી માટે વિશેષ યોજના અંતર્ગત રૂ. ૩,૦૦૦માં રૂ. ૭,૦૦૦ની કિંમતના પુસ્તકો મેળવવાની તક મળશે. આ માટે કોઈપણ શાળા-કોલેજ કે સંસ્થાનું ગ્રંથાલય ઓછામાં ઓછા રૂ. ૫,૦૦૦ની કિંમતના પુસ્તકોની ખરીદી કરશે તો ૪૦ ટકા વળતર બાદ નાણાકીય ચૂકવણી રૂ. ૩,૦૦૦ રહેશે. આ સાથે રૂ. ૨,૦૦૦ની કિંમતના વિવેકગ્રામ પ્રકાશન મંડળના પુસ્તકો ભેટ આપવામાં આવશે.

પુસ્તક મેળો તા. ૨૯ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ઉમા હોલ, સ્વાપર ચોકડી, કેપિટલ માર્કેટ પાસે, સ્વાપર રોડ, મોરબી ખાતે યોજાશે.

પુસ્તક મેળાનો લાભ લેવા શાળાઓ, સંસ્થાઓ તથા પુસ્તકપ્રેમીઓને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા તથા વધુ માહિતી માટે ગોરધન પટેલ ‘કવિ’ ના મો. નં. ૯૮૨૫૨૪૩૩૫૫ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular