HomeMorbiવવાણીયામાં જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે જૂથ વચ્ચે હથિયારો સાથે...

વવાણીયામાં જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, સામસામે ફરિયાદ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે મસ્જિદ નજીક ત્રણેક વર્ષ જૂના કૌટુંબિક મનદુઃખને લઈને બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ધારીયા, લોખંડના પાઇપ, ટામી અને લાકડાના ધોકા વડે હુમલાના આક્ષેપ વચ્ચે મહિલાઓ સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ૩૧ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષે મોરબીના વીસીપરા, મદીના સોસાયટીમાં રહેતા કાસમભાઈ દાઉદભાઈ બુચડ (ઉં.વ. ૪૧)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી, સબ્બીર જુસબભાઈ ભટ્ટી, અનવર જુસબભાઈ ભટ્ટી, મહમદ જુસબભાઈ ભટ્ટી, જાકુબ નુરમામદ ભટ્ટી, રફીક નુરમામદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, હુશેન નુરમામદ ભટ્ટી, અબ્રાહમ ઓસમાણ ભટ્ટી, દાઉદ અબ્રાહમ ભટ્ટી, અનવર જુસબ કચ્ચા, રહીમ મુસાભાઈ ભટ્ટી, આબીદ રહીમભાઈ ભટ્ટી, હમીદાબેન ઓસમાણભાઈ ભટ્ટી, આયશાબેન દાઉદભાઈ ભટ્ટી, હાજરાબેન જુસબભાઈ કચ્ચા અને રસીદ દાઉદ ભટ્ટીનાં નામ સામેલ છે. ફરિયાદ મુજબ, ધારીયા, પાઇપ સહિતનાં હથિયારોથી હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

સામા પક્ષે મોરબીના વીસીપરામાં રહેતા રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી (ઉં.વ. ૪૬)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મામદભાઈ કાસુભાઈ બુચડ, જેતુનબેન મામદભાઈ બુચડ, ફીરોજભાઈ મામદભાઈ બુચડ, સલમાબેન ફીરોજભાઈ બુચડ, કાસમભાઈ દાઉદભાઈ બુચડ, હસીનાબેન કાસમભાઈ બુચડ, હનીફભાઈ દાઉદભાઈ બુચડ, શકીનાબેન હનીફભાઈ બુચડ, અમીનાબેન દાઉદભાઈ બુચડ, રફીક મુસાભાઈ બુચડ, રૂકશાનાબેન રફીકભાઈ બુચડ, ફરીદાબેન સબ્બીરભાઈ નોબે, કાસમભાઈ ઓસમાણભાઈ ટાંક અને મરીયમબેન ઓસમાણભાઈ બુચડ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. માળીયા મિયાણા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular