HomeMorbiમોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મોટી જીત: સોલાર સિસ્ટમમાં ખામી બદલ ગ્રાહક અદાલતે...

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની મોટી જીત: સોલાર સિસ્ટમમાં ખામી બદલ ગ્રાહક અદાલતે કંપનીને ફટકાર્યો દંડ

મોરબી તાલુકાના કેરાળા ગામના વતની લાખાભાઈ આલાભાઈ ચાવડાએ ચાંચાવદરના ‘ચાલકરણ એનર્જી એલ.એલ.પી.’ પાસેથી પોતાના ઘરે સોલાર સિસ્ટમ ફીટ કરાવી હતી. સોલાર ઇન્વર્ટર અને લાઈટના પ્રશ્નો અંગે અવારનવાર કંપનીને જાણ કરવા છતાં કંપની દ્વારા ગ્રાહક પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેથી આ બાબતે લાખાભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી રામભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના માર્ગદર્શન હેઠળ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રાહક અદાલતે કેસની સુનાવણી દરમિયાન કંપનીની સેવામાં ખામી હોવાનું સ્વીકારીને કંપનીને આદેશ કર્યો હતો કે, સોલાર સિસ્ટમની તમામ ખામીઓ દૂર કરી તેને વ્યવસ્થિત રીતે ચાલતી કરીને આપવામાં આવે.

આ સાથે જ ગ્રાહક અદાલતે ગ્રાહકને થયેલી હેરાનગતિ બદલ રૂ. ૫૦૦૦/- ખર્ચ પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને અદાલતના આ હુકમથી ન્યાય મળ્યો છે અને જો અન્ય કોઈ ગ્રાહક સાથે પણ અન્યાય થાય તો મંડળનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular