HomeMorbiહળવદના મીની માર્કેટ વિસ્તારમાં ઘરની સફાઈ અને પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે...
હળવદના મીની માર્કેટ વિસ્તારમાં ઘરની સફાઈ અને પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે વિવાદ
શરૂઆતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મહિલાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મીની માર્કેટ વિસ્તારમાં રહેતાં રૂબીનાબેન ઇરફાનભાઈ ગોનીયાએ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઘર પાસે પાણીથી સાફ-સફાઈ કરવા અને પાણીના નિકાલ બાબતે પડોશમાં રહેતાં રીજવાનાબેન સાજીદભાઈ પીંજારા સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પાણી સિમેન્ટ તરફ જતું હોવાની બાબતે પડોશી દંપતીએ ગાળો આપી હતી અને સાજીદભાઈએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ ધાબા પર પાણી ચાલુ કરવા સહિતના મુદ્દે ફરી વિવાદ થતાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી વીડિયો વાયરલ કરવાની વાત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.