Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીમાં અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાને ફોન પર ટાંટિયા ભાંગી નાખવાની મળી ધમકી 

મોરબીમાં અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાને ફોન પર ટાંટિયા ભાંગી નાખવાની મળી ધમકી 

Advertisement
Advertisement

મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાએ ફોન પર ટાંટિયા ભાંગી નાખવાની ધમકી મળી હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, મને કંઈ થાય તો આ ફોનમાંથી રેકોર્ડિંગ સાંભળી લેજો.

મોરબીના સ્ટેશન રોડ પર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓને ફોન પર ધમકી મળી રહી છે. જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે, તમારા ટાંટિયા ભાંગી નાખીશું. વધુમાં તેઓએ કહ્યું કે, હવે જો મને કંઈ થાય તો આ ફોનમાં મુસ્તાક કટીયાના રેકોર્ડિંગ છે તે સાંભળી લેજો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બચુબાપાને ત્યાં આ જ અસામાજિક તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી હતી. આ બનાવ વખતે ધારાસભ્ય અને ડીવાયએસપીએ તુરંત કાર્યવાહીની સૂચના આપતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ મુસ્તાક ફતેમહંમદ કટિયા રહે.રણછોડનગર અને એઝાઝ રહે.લાયન્સનગર સામે કલમ 506 અને 502 હેઠળ ગુનો નોંધીને બન્નેને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular