Sunday, May 3, 2026
HomeGujaratપોલીસમાં 9 ની 11 રેન્જ ઊભી થશે, IPS બિરાદરીમાં બદલીઓનો દોર શરૂ...

પોલીસમાં 9 ની 11 રેન્જ ઊભી થશે, IPS બિરાદરીમાં બદલીઓનો દોર શરૂ થાય તો નવાઈ નહીં!

Advertisement
Advertisement

રાજ્ય પોલીસ તંત્રમાં લાંબા સમયથી યથાસ્થાને પ્રમોશન પછી કેટલાક IPS પોસ્ટેડ છે. આ સિવાય એકાદ જિલ્લામાં કાયમી પોલીસ અધિક્ષક નથી. કેટલાક તો ત્રણ વર્ષ પણ પૂર્ણ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સ્વસ્થ- સંતુલિત તેમજ કડક નિયમન મુદ્દે લાંબા સમયથી IPSમાં ટ્રાન્સફર અને પ્રમોશનને પાત્ર જગ્યાઓ પર પોસ્ટિંગની રાહ જોવાય છે. આ વિલંબ પાછળ એવું કહેવાય છે કે, સરકાર અને ટોચના નીતિ નિર્ધારકોએ પોલીસ તંત્રમાં જિલ્લાઓ પર નિયમન માટે બે નવી રેન્જ રચવાનો નિર્ણય લઈ લીધો છે. ગૃહ વિભાગ કચ્છના બે પોલીસ જિલ્લા અને એક મોરબી જિલ્લા સાથે વધુ એક રેન્જ રચવા આગળ વધી રહ્યો છે સાથે જ બનાસકાંઠામાંથી બે જિલ્લા સાથે પાટણને ઉમેરીને બીજી નવી રેન્જ રચશે. આથી હાલમાં રહેલી નવમાંથી 11 રેન્જ થતા જ IPS બિરાદરીમાં બદલીઓનો દોર શરૂ થશે. જે ઓપરેશન ચંડોળા જેવો ચોંકાવનારો બની રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular