સાતેક દિવસ પૂર્વે મોરબીના ઘુંટુ ગામ નજીક રસ્તો ઓળંગી જઈ રહેલી સગીરાને હડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત તા.14ના રોજ મોરબીના ઘુટુ નજીક જીજે -36-એજે-6647 નંબરના કાર ચાલકે મોરબી માસીના ઘેર વેકેશનમાં આવેલ પડધરી ગામની રહેવાસી ઝરણા દિલીપભાઈ જાદવ (ઉ.વ.13) ને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ઝરણાના પિતા દિલીપભાઈ નરસીભાઈ જાદવની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.




