HomeGujaratરંગપર ગામે રેઢી હાલતમાં પડેલી સ્વીફ્ટમાંથી દારૂની 8 બોટલ મળી, આરોપી ફરાર

રંગપર ગામે રેઢી હાલતમાં પડેલી સ્વીફ્ટમાંથી દારૂની 8 બોટલ મળી, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રંગપર ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે, જે બાતમીને આધારે દરોડો પાડતા જીજે – 27 – ડીએચ – 6989 નંબરની રેઢી હાલતમાં પડેલી મારુતિ સ્વીફ્ટ કારમાંથી રૂ.2112 ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી.

જો કે, આરોપી અંધારામાં નાસી જતા પોલીસે 3 લાખની કાર કબ્જે લઈ કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular