Wednesday, April 29, 2026
HomeGujaratમોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં જતી બાઈકને બ્રેઝાએ હડફેટે...

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં જતી બાઈકને બ્રેઝાએ હડફેટે લેતા આધેડનું મોત

Advertisement
Advertisement

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર આરટીઓ ઓફીસ નજીક જીજે – 03 – ડીઇ – 1952 નંબરનું બાઈક રોંગ સાઈડમાં ચલાવી જઈ રહેલા વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (ઉ.વ.57) નામના આધેડ સામેથી આવતી જીજે – 18 – બીએચ – 0008 નંબરની બ્રેજા કાર સાથે અથડાતા વાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વાલજીભાઈના પત્ની ગીતાબેન ચાવડાને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular