મોરબીમાં દારૂ અને જુગાર તો જાણે કે રોજિંદી પ્રવૃતિ બની ગઈ હોય તેમ અવારનવાર જુગારીઓ ઝડપાઈ રહ્યા છે.
મોરબી શહેરના વાવડી રોડ પર ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા તેના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા તીનપત્તીના જુગારની મજા માણી રહેલા છ મહિલા સહિત દસ આરોપીઓ રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે 28 હજારથી વધુની રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર આવેલા ક્રિષ્નાપાર્કમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ક્રિષ્નાપાર્ક શેરી નંબર 2મા દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી (1)રજાકભાઇ ગુલામભાઇ ચાનીયા રહે. વાવડીરોડ, (2) સોનલબેન કાંતીલાલ સોમૈયા રહે. સામાકાંઠે, (3) સમાબેન સફીભાઈ જીંદાણી રહે. વાવડી રોડ, (4) ઈકબાલભાઈ ગફારભાઈ હડફા રહે.પડઘરી, (5) રાજેશભાઈ સરજુદાસ નિમ્બાર્ક રહે. વાવડીરોડ, (6) મીનાબેન કાનજીભાઈ ખટાણા રહે.મોરબી વાવડીરોડ, (7) શબાનાબેન ઇકબાલભાઈ હડફા રહે.પડઘરી, (8) જયેશભાઈ જેન્તીલાલ બસીયા રહે.નાનીવાવડી, (9) કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણી ઉ.વ.પપ રહે. નાનીવાવડી અને (10) પારૂબેન લલીતભાઈ સોલંકી, રહે.પડઘરી નામના આરોપીઓ તીનપત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સાથે જ પટ્ટમાંથી રૂ.28,100 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




