મોરબીમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂ.1,51,02,500 યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા આજ સુધી પરત ન આપી છેતરપીંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી કાયાજી પ્લોટ-8 પ્રમુખ હાઇટસ-1 માં રહેતા અને વેપાર કરતા નૈમીશ કનૈયાલાલ પંડીત (ઉ.વ.39) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબી શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સી નામની ઓફિસમાં હોય ત્યારે આરોપીઓએ વ્હોટસએપ દ્રારા વાતચીત કરી ફરીયાદીને ઓનલાઇન યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વ્હોટસએપ દ્વારા વાતચીત કરી ફરીયાદીને રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસ કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂ.1,51,02,500 ફરીયાદી પાસે યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લેણા થતા રૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




