મોરબીના લાતી પ્લોટ સાવરનુ તળાવ કાંઠેથી વિદેશી દારૂ બીયર મળી કુલ કિં રૂ. 18 હજારનો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે, જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળી હતી જે આધારે રેઇડ કરતા મોરબીના લાતી પ્લોટ સાવરનુ તળાવ કાંઠેથી વિદેશી દારૂની 36 બોટલ કિં રૂ. 10,800 તથા બિયરના 72 ટીન કિં.રૂ.7200 મળી કુલ રૂ.18 હજારનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે, જ્યારે આરોપી અસલમ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં -૦૮ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




