HomeGujaratમોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે મકાનમાં મહિલાનું પોતું કરતી વખતે પગ લપસી જતા...

મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે મકાનમાં મહિલાનું પોતું કરતી વખતે પગ લપસી જતા સારવાર દરમિયાન મૃત્યુ 

મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે સરમાળીયા મંદિરવાળી શેરીમાં રહેતા મહિલા ઘરમાં ઓસરીમાં પોતા કરતા હતા ત્યારે પગ લપસી પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના વતની અને હાલ મોરબીના લાયન્સનગર રણછોડનગર પાસે સરમાળીયા મંદિરવાળી શેરીમાં રહેતા દક્ષાબેન હેતુલભાઈ ભારતભાઈ પટેલ (ઉ.વ.25) નામની મહિલા ઘરમા ઓસરીમાં પોતા કરતા હતા ત્યારે લાદી પર ઢોળાયેલા પાણી પર પગ લપસી જતા પડી જતા માથાના ભાગે પાછળના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સર્જીકલ વોર્ડ-3 મા દાખલ કર્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular