HomeGujaratઘુંટુ ગામે સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઈ 

ઘુંટુ ગામે સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઈ 

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં દરોડો પાડી તાલુકા પોલીસે વિદેશી દારૂની 36 બોટલ કબ્જે કરી હતી.

જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા ફ૨ા૨ દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલા રેસા સિરામિક ફેકટરીમાં મજૂરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે આરોપી નથુભાઈ નાગરભાઈ રાઠોડની ઓરડીમાં દરોડો પાડતા વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 46,800નો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે નથુ રાઠોડ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી નથુને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular